જુવાની આપી ભાગી ગયું હતું એ બાળપણ,
નિરાશાઓમાં પ્રભુને કાકલૂદી કરતું મળી આવ્યું ..
બારીનો કાચ તોડતા બાળક સાથે
ક્રિકેટ રમતા મળી આવ્યુ..
હોમવર્કની એસી કી તેસી કહી
તેનો હાઉ દૂર કરવામાં મળી આવ્યુ..
ઘરડાઘરના દાદા દાદી વચ્ચે ખીલી આવ્યું ..
બાળમજૂરીમાં ખોવાઈ ગયું હતું
એ વરસાદમાં છબછબિયાં કરતું મળી આવ્યું
ઉતરાણમાં પતંગ લૂંટતું મળી આવ્યું..
ખોવાયું હતું આખે આખું જ
ને ટુકડે ટુકડે મળી આવ્યુ..
swati