યાદ
કોને કહેવી ?
સાથે કરેલી વાતો ?
ના!
યાદ એટલે તારા માટેની લાગણી .
કયારેક હસાવતી,
કયારેક રડાવતી.
ન કહેલી વાતો,
મનમાં રચાતો સંવાદ.
તને જોઇ બંધ રહેતા હોઠ .
ના!
એવી અસંખ્ય ક્ષણો જે માણવી તી,
જીવવી હતી તારી સાથે ..
કે!
સમય પાસેથી ચોરેલ એ ક્ષણો.
શુ !…આ જ યાદો?
કદાચ જીવન ને આપે સાથ
તે યાદો ..... તારી યાદો..
લાગણીઓ અનેક અને માગણી એક તુ છે .!