ક્યારેક જાતને મળો તો ઠીક છે.
દૂર ગયા પાછા વળો તો ઠીક છે.
બધું જ શું મારે તમને કહેવું પડે?
કોઈના મન વિશે કળો તો ઠીક છે.
સંબંધોની તો વાત ન્યારી હોય છે,
તમે બીબાંઢાળે ઢળો તો ઠીક છે.
શોધમશોધ આદરી તમારી તમે,
કોઈના દિલમાં જડો તો ઠીક છે.
ગયા પછી તો બધાય વખાણશે,
જીવતેજીવ ઝળહળો તો ઠીક છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.