શબ્દોની ઉણપ પુરી થઈ બીજું કાંઈ નહીં!
સબંધોનો સમય પુરો થયો બીજું કાંઈ નહીં!
ખોટી લાગણીનો દેખાવ પુરો થયો બીજું કાંઈ નહીં!
એક કરતાં અનેક રૂપ મલ્યા બીજું કાંઈ નહીં!
વારે વારે થતી આપલે ખુટી બીજું કાંઈ નહીં!
કોઈ જવાબ બાકી નથી બીજું કાંઈ નહીં!
જગ્યા મારી બદલાઈ ગઈ બીજું કાંઈ નહીં!
નવી દુનિયા બનાવી લીધી બીજું કાંઈ નહીં!
પરીચીત અજાણ્યા બની ગયાં બીજું કાંઈ નહીં!
વેદનાંની શ્વાસની દોરી તોડી ગયાં બીજું કાંઈ નહીં!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹