બધાની વાતને છોડી સ્વયંની વાતને સાંભળ,
સુખોની એષણા છોડી સ્વયંની જાતને સાંભળ.
અમીરીને ગરીબી ખ્યાલ છે ખોટા, જમાનાનાં,
વિચારોથી થવું ધનવાન , તું એ ભાતને સાંભળ.
તમારો સૂર્ય તપતો હો પ્રખર તેજે અને જોરે,
એ વખતે મન સહજ રાખી બધી જ લાતને સાંભળ.
✍️ સરગમ
- Priyanka Chauhan