શીર્ષક :- ગરબે રમવા આવ
નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં
કે માડી તું (૨)ગરબે રમવા આવ.
ભક્તો જુએ છે તારી વાટડી
કે માડી તું (૨)ગરબે રમવા આવ.
માડી આવે તો તને મુગટ પહેરાવું,
કે માડી તું (૨) મુગટનાં તેજે આવ.
માડી આવે તો તને હીર કેરાં હાર પહેરાવું,
કે માડી તું (૨)હીરલાનાં ચમકારે આવ.
માડી આવે તો તને ચૂડલા પહેરાવું,
કે માડી તું (૨)ચૂડલાનાં રણકારે આવ.
માડી આવે તો તને ઝાંઝર પહેરાવું,
કે માડી તું (૨)ઝાંઝરનાં રણકારે આવ.
માડી આવે તો રૂડાં સાથિયા પૂરાવું.
કે માડી તું (૨)સાથિયાનાં રંગે આવ.
નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં
કે માડી તું(૨) ગરબે રમવા આવ.
✍️© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલિમોરા