ધાર...
જોયા છે અમે વાદળમાં ઘેરાયેલા અને વંટોળ સાથેના કિસ્સા;
હજી પણ છે કોતરાયેલા મગજમાં, એના સચવાયેલા હિસ્સા.
વંટોળને થાબળ્યો અને તોફાનને સંભાળ્યો ,તોય હજી એજ ખુમારી;
વરસ્યો વરસાદ મુશળધાર પણ ,ગરમી રહી છે તોય હજી કુંવારી.
જાણે કર્ણના બાણ વાગે તોય અર્જુનનો રથ સુરક્ષિત ,એવો જ છે નજારો;
વાગ્યા ઘણા ઘા દિલમાં પણ, રહ્યા હજી સુરક્ષિત ? આતો એના છે વિચારો.
©- લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'