સમય લાગે છે,
નિયતી એ કરેલા *ઘા* ની *રૂઝ* આવવામાં...
સમય લાગે છે,
પોતાની જાતનું અનુકરણ કરવામાં
સમય લાગે છે,
બીજાના ખોટા વિચારો ને બદલવામાં.
સમય લાગે છે,
પોતાની જાતનું આત્મમંથન કરવામાં.
સમય લાગે છે,
ખુદ ને ખુદ થી પ્રેમ કરવામાં.
સમય લાગે છે,
પોતાની જાત ને સંપૂર્ણ પણે સ્વીકાર કરવામાં.
સમય લાગે છે યાર..
પોતાની લાગણીઓ ને પહેલા સમજવી પછી એનો સ્વીકાર કરવામાં.
સમય લાગે છે ,
પોતાની જાત ને એ સ્થાન સુધી લઈ જવામાં જ્યાં....
*કોઈના પ્રભાવ ના અભાવ ની ઉણપ ના રહે*
સમય લાગે છે,
આ મોહ નો ત્યાગ કરવામાં
માટે તો કહું છું કે સમય લાગે છે દરેક સારી વસ્તુ થવામાં.
--#H_R