શેર એ પંજાબ
એક ઝાકમઝોળ સમય હતો કે જયારે શેર-એ-પંજાબ
મહારાજા રણજિતસિંહનું ખાલસારાજ કહેવાતું શીખ
સામ્રાજય ૫,૨૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું.
વસ્તી ૧૨,૦૦,૦૦૦ હતી અને ચલણ નાનકશાહી સિક્કાનું
હતું. સામ્રાજ્યમાં કાશ્મીર, હજગરા, પેશાવર, ખૈબર, જમ્મુ
વગેરેનો સમાવેશ થતો હતો.
સંજોગો હંમેશાં આવા ન હતા. પંજાબપ્રદેશ જુદા જુદા
૧૨ મિસલમાં (ઠકરાતોમાં) વહેંચાયેલો હતો. એક મિસલ
જેમ કે આહલુવાલિયા હતું, બીજું સુકેરચકિયા હતું, તો ત્રીજું
નિશાનવાલિયા હતું. સૌનો દરજ્જો સમાન હતો.(અરબી
શબ્દ મિસલનો અર્થ equal થાય છે). આજે પાકિસ્તાનના નકશામાં જોવા મળતું ગુજરાંવાલા ત્યારે સુકેરચકિયાનો ભાગ હતું અને સરદાર મહાસિંહ તે મિસલના રાજવી હતા. નવેમ્બર ૧૩, ૧૭૮૦ની તારીખે જન્મેલા રણજિતસિંહ તેમના પુત્ર,
એટલે જતે દહાડે મહાસિંહ ના ઉત્તરાધિકારી બનવાના હતા.
અવસર ધાર્યા કરતાં વહેલો આવ્યો, કેમ કે
૧૭૯૨માં મહાસિંહનું અવસાન નીપજયું ત્યારે રણજિતસિંહ માત્ર ૧૨ વર્ષના હતા. મિસલના વફાદાર દરબારી સભ્યોએ તેમના વતી સુકેરચકિયાનું રાજ ચલાવ્યું. ગુજરાંવાલા ઉપરાંત ચોતરફનાં સોએક ગામોનો વહીવટ કર્યો. ૧૭૯૮માં રણજિતસિંહ સગીર મટીને પુખ્ત વયના થયા ત્યારે તેમને કારોબાર સોંપી દીધો અને મહાસિંહના એ સાહસિક પુત્ર
વિધિવત્ રાજગાદી પર બિરાજ્યા. અલબત્ત, તેમણે સંભાળ્યું તે રાજય ન હતું. ઉપર ઠકરાત જેવું સીમિત
ભૂગોળનું મિસલ હતું અને પંજાબમાં તેમના સુકેરચક્રિયા જેવાં બીજા ૧૧ મિસલ હતાં.
ભવિષ્યમાં શેર-એ-પંજાબ નામે ખ્યાતિ પામનાર
રણજિતસિંહમાં નીડરતા અને નેતૃત્વશક્તિ એમ બે ગુણો
જન્મજાત હતા.
https://www.facebook.com/share/p/oPPb7jnZqL9S77x9/?mibextid=oFDknk