પગલા પાડું ? તું ભીંજવસે નહીં ને??
મારું નામ લખું ? આ નિર્જીવ રેતી માં ,તું ભુંશી નહીં નાખે ને!!
તારી પાછડ દોડુ ??
તું ભાગી નહીં જાય ને??
તને નિહાળું ??
તું અદ્રશ્ય નહીં થાય ને??
પકડું તને હું આ બંધ મુઠ્ઠી માં??
તું સરકી નહીં જાય ને??
કેદ કરુ શું હું?? મારી આ બંધ આંખો માં તને?? તું બદલાય નહીં જાય ને??
ખારાશ તારો ગુણધર્મ છે, થોડી પ્રેમ રૂપી મીઠાશ ઉમેરૂ?? તું મૂળરૂપ માં પાછો નહીં આવે ને??
"દરિયા" હું તારી જ પૂછ પરછ કરુ છું, પછી જવાબ આપું કરી ને "મોં " નહીં ફેરવે ને???