Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સૌરાષ્ટ્ર નું ગારિયાધાર શહેર*

અનેક વખત બંધાયું,ભાંગ્યું, ફરી બંધાયું હોય તેવું આ ગારિયાધારનું છેલ્લે ગુજરાત પ્રદેશમાંથી અત્રે વસવાટ માટે આવેલા ‘જસાણી’ શાખાના કણબી પટેલો કે જેઓ મૂળ ઉત્તર ગુજરાતના કાંત્રોડી ગામેથી અત્રે આવ્યા અને તેથી જ કાંત્રોડિયા તરીકે ઓળખાયા. તેમના દ્વારા છેલ્લે ગારિયાધાર વસવાયું અને હાલમાં મહાત્મા ગાંધી ચોકમાં ઉત્તર તરફ આવેલા રંગ-રસાયણની જે દુકાનો છે તે સ્થળની આસપાસ ગામનું તોરણ બંધાયું, તે સાથે જ કુળની ઉપાસ્યદેવી ખોડિયાર માતાની સહાયની કથા સંકળાયેલી છે અને તેના પુરાવારૂપ નવાગામ તરફ જતાં કાંટય પ્રદેશ માં આવેલું પ્રાચીન સ્થાનક ખોડિયાર માતાની કથા તરફ આપું લક્ષ દોરે છે.

એક સમયે મોટા નગરનો દરજ્જો આ ગામને મળ્યો હતો. અને લગભગ ચારસો જેટલા તો માત્ર કંસારા જ્ઞાતિના કુટુંબો અહી વસવાટ કરતાં હતા. જેની સાક્ષી સ્વરૂપે હાલમાં કંસારા જ્ઞાતિના શ્રદ્ધા કેન્દ્ર સમી કંસારાની કૂઈ હાલમાં હયાત છે અને પ્રેરણા પૂજાનું સ્થળ બનેલ છે.

આવી જ કથા વણિકજ્ઞાતીના શેઠ કુટુંબના માતાજી જે હાલમાં સિપાઈ શેરી તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં આવેલુયાને તેની કથા નગરમાં પ્રાચીન ભૂતકાળની ઝાંખી કરાવે છે. પાલિવલ બ્રાહમણની પુત્રી હિરબાઈ અને મૂંગાભાઈ દ્વારા રાજવંશ ના શીલની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની કથા સાક્ષી પૂરે છે. રાજકુવર શેરીમાં આવેલ હિરબાઈ માતાનો ઓરડો જે આજે પણ ગોહિલ કુળનું શ્રદ્ધા કેન્દ્ર છે.ભાણેજના કારક આજે પણ અહી જ થાય છે.અને આ ઘટના પછીથી પાલિવાલ બ્રાહ્મણોએ ગામનો ત્યાગ કર્યો એમ કહેવાય છે.

સુખનાથ મહાદેવના મુખ્ય પ્રવેશ દ્વારા પછી જમણી તરફ એક મોટો ઓટો, ઘટાદાર વૃક્ષ અને નીચે રહેલ ખાંભીઓ વાળી જગ્યાએ જે ‘સવાજી ચોતરો’ તરીકે ઓળખતો. તેની સાથે ગૌરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સવાજીની કથા સંકળાયેલી છે. અત્રે સખેદ નોધ લેવી ઘટે કે જીર્નોદ્વારના અવિવેકી ઉત્સાહના પરિણામે આ ઘટનાની સાક્ષીરૂપ અને પુરાતત્વના સંશોધનમાં ઉપયોગી એવી આ ખાંભીઓ એચએએલ તે એટલા પરથી અદ્રશ્ય થઈ ચૂકી છે.

હાલમાં માત્ર ગારિયાધારના નકશા માં જે દેખાય છે તેવી નદી નામે ‘ખરો’ પહેલા વહેતી નદી હતી અને તેની આસપાસ ગામના ચારણો અને માલધારીઓ પોતાના પશુધનને ચારવતા હતા. એક દંતકથા મુજબ નદીમાં આવેલા પૂરમાં ફસાયેલા પોતાના પશુધનને બચાવવા માટે બૂમો પાડવા છતાં કોઈ ન આવતા ક્રોધાગ્નિથી પીડાયેલા ચારણનો શાપ મળતા આસપાસના સજીવો પથ્થર બન્યા અને નદીના જળ સુકાયા. ગામ નપાણિયું બન્યું અને ચારણોએ ગામનો ત્યાગ કર્યો. પહેલા અહી ચારણોની પણ સારી એવી વસ્તી હશે. તેનો ખ્યાલ ઉકત કથા ઉપરાંત ‘ચારણોનો ડેલો’નામે ઓળખાતી જગ્યા અને પીઠડમાતાનું મંદિર જે હાલ લોહાણા મહાજન વાડીનો એક ભાગ બન્યું છે.તે ઉપરથી પણ જાણવા મળી શકે છે.

આ ઉપરાંત ખરકજ્ઞાતિ દ્વારા ગામનું પાણી હરામ કરવાની વિગત ‘ખત્રીની કૂઈ’ વાલા વણઝારાની વાવ (વાલા વાવ) ગામની દક્ષિણ તરફ ની સીમમાં આવેલ ‘પતાવાવ’ વગેરે સામગ્રી ઈતિહાસકારોને આમંત્રણ આપે છે કે કોઈ અમારું સંશોધન કરી ઐતિહાસિક તથ્યો સામે લાવો.



તળ ગરીયાધારની આ કથાઓ ઉપરાંત માંડવગઢ (માંડવી)ની ગજરમારૂની કથા, ગંગાદેરી, મોટા ચારોડિયાની ખાંભીઓ અને વાવ, પરવડીનો ડૂબણિયો કૂવો વગેરે અનેક સ્થળો પોતાની સાથે પુરાણો ઈતિહાસને સંઘરીને બેઠા છે. જે દરેકની વિગતો ચર્ચા અત્રે શકય નથી. પરંતુ ફરી ફરીને ઇતિહાસ સંશોધકોને આહવાન કરવાનું જરૂર મન થાય છે.
ગારિયાધાર ના પૌરાણિક મંદિરો, ભીડભંજન મહાદેવ, વલરામ બાપાની જગ્યા, હીરમાનો ઓરોડો, ભૈરવનાથ મંદિર, જૈન દેરાસર, મસ્જિદો, સુખનાથ મહાદેવ, રાજ્ય વખતની હવેલી વગેરે સ્વરાજ્ય પહેલાની છે.
એક લોકવાયકા એવી પણ છે કે ભૈરવનાથ સ્વયં પ્રગટ છે.
https://www.facebook.com/share/p/pP3zogxs344yatau/?mibextid=oFDknk

Gujarati Blog by Gautam Patel : 111949431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now