Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિમાલય
પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં બ્રહ્મદેશ (મ્યાનમાર) સુધી પથરાયેલી હિમાલય પર્વતમાળાનો ઉલ્લેખ બીજી જ ક્ષણે પૃથ્વીના સર્વોચ્ચ ઉત્તુંગ શિખર એવરેસ્ટનું કલ્પનાચિત્ર આંખો સમક્ષ લાવે છે. હિમાલયના સંપૂર્ણ પરિચયને એવરેસ્ટ શબ્દ પોતાનામાં સમાવી દે છે, પણ હિમાલયનો પરિચય
આપતાં બીજાં પાસાં હકીકતે એટલાં જ ગગનચુંબી છે.
હિન્દુ, બૌધ, જૈન તથા તિબેટ-ભુતાનનો બોન એમ ચાર ધર્મોએ મહિમામંડિત કરેલી હિમાલય શિખરમાળા વેદ વ્યાસના
મહાભારતમાં અને કાલિદાસના
અભિજ્ઞાનશાકુંતલમાં સ્થાન પામી છે.
ગિનેસ બૂક ઑફ રેકોર્ડ્ઝમાં તો નોંધવાપાત્ર લેખાય એવાં તેનાં અનેક કીર્તિમાનો છે.
પર્વતમાળા ૭ કરોડ વર્ષ જૂની હોવાને લીધે સૌથી નવી છે. ઊંચાઇના ક્રમે જોતાં પ્રથમ ૫૯ ઉત્તુંગ શિખરો હિમાલયમાં છે. ઉત્તર અમેરિકાની રૉકી પર્વતમાળામાં નહિ અને દક્ષિણ અમેરિકાની એન્ડિઝ ગિરિમાળામાં પણ નહિ.
હિમાલયમાં ૧૧૦ શિખરો ૨૪,૦૦૦ ફીટ (૭,૩૦૦ મીટર) કરતાં ઊંચાં છે અને જેમનું નામાભિધાન કરાયું હોય એવા કુલ ૩,૪૧૧ છે. હિમસરિતાઓની / glaciersની સંખ્યા તો લગભગ ૧૫,૦૦૦ જેટલી છે. દૂનિયાની સૌથી લાંબી
(૭૨ કિલોમીટરની) હિમસરિતા સિઆચેન પણ હિમાલયમાં છે. હિમાલયના ક્ષેત્રફળનો આંકડો પણ આપણી ધારણા બહારનો પ્રભાવશાળી છેઃ ૫,૯૫,૦૦૦ ચોરસ કિલોમીટર.
પુરાણકારોએ તથા પ્ર બુદ્ધોએ હિમાલયને વિવિધ શબ્દાલંકારો થકી વર્ણવ્યો છે. કાલિદાસે તેને પૃથ્વીનો માપદંડ લેખાવ્યો છે. ચરકસંહિતામાં તે આયુર્વેદની અનંત
ઔષધિઓનો અખૂટ ભંડાર કહેવાયો છે. કાલેલકરના મતે
હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, આંતરમુખીઓ માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, સાધકોનો સહારો, મહાદેવનું ધામ, અવધૂતનું
આસન અને ધર્મનું પિયર છે.
હિમાલયમાંથી પ્રગટ થતી નદીઓ પણ તેનો મહિમા દર્શાવે છે. ભાગરથી (ગંગા), સિંધુ, સરસ્વતી (ભોગવતી), શતદુ, યમુના, ચંદ્રભાગા, સરયૂ, ઇરાવતી (ઐરાવતી), વિતસ્તા, દેવિકા, બ્રહ્મપુત્ર, ગોમતી, કુલ્લૂ,
તૃતીયા, ધૃતપાપા, કૌશિકા, નિશ્ચવા,લબાહુદા, લોહીતા અથવા લોહીતારણી(આસામની લોહીત), કૃતમાળા, દશદ્વતી વગેરેસઅને તે સિવાય અલકનંદા-મંદાકિની જેવી અનેક વિશાખાઓસપણ ખરી.
હવામાન સ્વચ્છ હોય ત્યારે ૨૧૩ કિલોમીટર છેટેના જાલંધર શહેરના રહીશોને પણ ક્ષિતિજે દેખાતા હિમાલય વિશે આટઆટલી વિગતો નોંધ્યા પછીયે ઘણું જાણવા- જણાવવાનું રહી જાય છે.
https://www.facebook.com/share/p/zNEd3YYrLudHn1ot/?mibextid=oFDknk

Gujarati Blog by Gautam Patel : 111948093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now