એકવાર હું શોપિંગ કરવા ગઈ ત્યારે મારું કાર્ડ બ્લોક થઈ જતાં મેં પતિ મહાશયને મેસેજ કર્યો:
અનરાધાર વરસશે તું, એ મારી ઘેલછા હતી!
ઝરમર વરસી પડવું એ તારી ફિતરત હતી!
માવઠું બની વરસશે તું, એની મને કલ્પના નહોતી!
જવાબ માં એણે લખ્યું,
મોલમાં જઈ ઝરમર વરસવું એ તારી ફિતરત નથી!
સેલ જોઈને અનરાધાર વરસસે તું, એની મને ખાતરી હતી!
જો માવઠું ન આવ્યું હોત તો શું બની જતે એની કલ્પના પણ કરવી નથી!!
-તની