કવિતા વાચી માહિતી, બઠી લખવા, ને આવ્યો એક વિચાર, કે શું લખું??? ને શું ન લખું લખું વાર્તા, બાળ વાર્તા કે કવિ ની કવિતા, થયું મન કે લખું બધું જ માટે લીધી કલમ ને કાગળ, લખું વાર્તા તો થાય લાંબી, ને ભૂલ પડે જાજી, લખું બાળવાર્તા તો ભાષા લખાય કાલી ઘેલી, તો શું બસ કવિતા જ રહી બાકી??? કવિતા મા વાર્તા ટપકાવુ, કે વાર્તા મા કવિતા? તે નક્કી ન કરી શકી, કારણ નથી હું લેખક કે નથી હું કવિ, જે ની જાય પેન દોડી, હું તો ભાઈ ખોભરૂ થોડી, મેળવું જોડી કાગળ અને કલમ ની, બસ તો પછી મારી આ કવિતા થાય પૂરી શું તે તમને લાગી અધુરી? તો મારે હજી લખવી જરૂરી?