Gujarati Quote in Poem by Divyesh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુમકુમ ચોખા થી તિલક કરી રાખડી બાંધે,
બહેન તો હોય છે ભાઈની લાડકડી.....
કાચા સુતરના તાતણા થી દિલથી ભવ ભવના બંધનમાં બાંધે તે,
બહેન તો હોય છે ભાઈની લાડકડી......
નાની નાની વાતોમાં લડાઈ ઝઘડા કરી પ્રેમ જતાવતી રહેતી,
બહેન તો હોય છે ભાઈની લાડકડી......
નાની નાની રચના પોસ્ટમાં કોમેન્ટ આપી સતત પ્રોત્સાહન આપતી,
બહેન તો હોય છે ભાઈની લાડકડી.....
લેખન માટે હાલતા ચાલતા પ્રોત્સાહિત કરતી અને ભૂલો બતાવતી,
બહેન તો હોય છે ભાઈની લાડકડી ‌.....
જીવનના દરેક નિર્ણય માં શુભ ચિંતક બની સાથ આપતી રહેતી,
બહેન તો હોય છે ભાઈની લાડકડી....
જમવાની બાબતો હોય કે સ્વાસ્થ્ય ની નાની નાની બાબતોમાં સતત ચિંતા કરતી,
બહેન તો હોય છે ભાઈની લાડકડી.....
ક્યારેક ભાઈ કહે ક્યારેક ભઈલુ, પાગલ કહે, કહે બુદ્ધિનો બારદાન, ક્યારેક કહે ત્રાસવાદી, ક્યારેક કહે ગોલુ મોલુ 😃
બહેન તો હોય છે ભાઈની લાડકડી......
લડાઈ કરે જીદ કરે ગુસ્સો કરે પરંતુ અમુક ક્ષણમાં જ ગુસ્સાને શાંત કરી પ્રેમ કરે
બહેન તો હોય જ છે ભાઈની લાડકડી.....
ક્યારેક ફોલો કરે ત્યારે અન ફોલો કરે ક્યારેક બ્લોક પણ કરે ગુસ્સો તો હંમેશા નાક પર 😃
બહેન તો હોય છે ભાઈની લાડકડી.....
નાની નાની વાતોમાં ઝઘડો કરી લોહીનું પણ લીંબુ શરબત બનાવે 😃
બહેન તો હોય છે ભાઈની લાડકડી.....

એમબી તથા રીયલ ની તમામ બહેનોને સમર્પિત.....

રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામનાઓ ❤️🍫🙏

Gujarati Poem by Divyesh Patel : 111947000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now