રક્ષાબંધનનો પવિત્ર તહેવાર
પ્રેમના દોરે વચને ભાઈ બંધાય
ભાઈ-બહેનનો મધુર સંબંધમાં
હૈયા સુધી હરીયાળી લહેરાય
ભાઈના હાથ પર પ્રેમથી
બહેન બાંધે અમર રાખડી
ભાઈ વચન આપે રક્ષણનું
સંબંધની છે સ્નેહ સાંકડી
ભાલે તિલક કુમકુમ અક્ષતનુ
ઓવારણાં લઈ કહે આષીશ વાક્ય
બહેનના અંતરના આશિષથી
ભાઈનાં બદલે ઉત્તમ ભાગ્ય
રક્ષાબંધન તહેવાર છે વિશેષ
ભાઈ-બહેનના સ્નેહનો દસ્તાવેજ
જીવનભરનું આ પવિત્ર બંધન
કહે નર પ્રેમ અને સંવેદનાનો વહે વેગ
નર