આઝાદ ભારતનું પ્રથમ ધ્વજવંદન
ઑગસ્ટ ૧૪-૧૫,
૧૯૪૭ની રાત્રિના ૧૨:૦૦
ટકોરા પડ્યા કે તરત આપણો
દેશ સ્વતંત્ર બન્યો. આઝાદ
ભારતનો રાષ્ટ્રધ્વજ સૌ પહેલાં
કયાં, કયારે અને કોણે લહેરાવ્યો
હતો?
સ્વતંત્રતા બાદનું પહેલવહેલું ધ્વજવંદન ઑસ્ટ્રેલિયાની
રાજધાની કેનબેરા ખાતે કરાયું હતું, જ્યાં આપણા રાજદૂત રઘુનાથ પરાંજપેએ ત્રિરંગાને સલામી
આપી હતી. ઑસ્ટ્રેલિયાની
સરકારના અમુક મંત્રીઓ
તથા વરિષ્ઠ અમલદારો
પણ મોજૂદ હતા. ધ્વજવંદન
કરાયાનો સમય local
time અનુસાર બપોરે
૧૨:૦૦ વાગ્યાનો હતો.
ભારત ના સમય પ્રમાણે સવારે ૭ઃ૩૦નો સમય હતો. દિલ્લીમાં
બ્રિટનના યુનિયન જૅકના
સ્થાને આપણો ત્રિરંગો સવારે ૧૦:૩૦ ના સમયે લહેરાવ્યો,
જેનો અર્થ એ કે
રઘુનાથ પરાંજપેએ કેનબેરામાં રાષ્ટ્રધ્વજ તેની ૩:૦૦ કલાક
પહેલાં ચડાવ્યો.
https://www.facebook.com/share/p/su1ekLDc3HPYQs43/?mibextid=oFDknk