*~દર 15 મિનિટે 1 હાથીની બાદબાકી વડે વૃધ્ધિ પામતો
હાથીદાંતનો લોહિયાળ વેપાર~*
ગુજરાતી ભાષામાં હાથીના પર્યાયવાચક શબ્દો ગજ,
માતંગ, સારંગ, વારણ, હસ્તી,
દંતી, શરભ, શુંડાલ, ગયંદ,
કુંજર, દ્વિરદ, વ્યાલ, કુંભી એમ દોઢેક ડઝન જેટલા છે.
મરેલો હાથી સવા લાખનો નહિ,બલકે બાવન લાખનો ! હાથીના બે દંતૂશળનું કુલ વજન ૮૦ કિલોગ્રામ જેટલું હોય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રત્યેક કિલોગ્રામે તેના રૂા.૮૩,૦૦૦ ઉપજતા હોય
ત્યારે હાથીદાંતનો ગેરકાયદે વેપા૨ ક૨તા તસ્કરો માટે મરેલો હાથી સાચે જ બાવન લાખનો સાબિત થાય છે.
https://www.facebook.com/share/p/VQ4paTgJMHsw6FYm/?mibextid=oFDknk