"તું મારુ પ્રતિબદ્ધતા"
તારા ચહેરા પર હાસ્ય અકબંધ અને અવિરત રાખવું એ જ મારી પ્રતિબદ્ધતા,
ચાંદ કે તારા તો નહિ પણ તારી કાલીઘેલી જીદ ને પૂરી કરવી એ જ મારી પ્રતિબદ્ધતા,
તારા કરેલા ગુસ્સા ને શાંત થઈ તને જોયા કરવુ એ જ મારી પ્રતિબદ્ધતા,
આંખો થી લઇ નખશિખ સુઘી તને એકીટશે કંઈ કારણ વગર નીરખવું એ જ મારી પ્રતિબદ્ધતા,
થોડા નટખટ થોડા લુચ્ચા પણ માઉ નખરા ઉઠવા અને માણવા એ જ મારી પ્રતિબદ્ધતા ,
ઘણા કામ મારે કરવાના હોય પણ હેત માટે તો તું જ્યારે કહે ત્યારે હાજર રહેવું એ મારી પ્રતિબદ્ધતા .
- Jihan