Gujarati Quote in Religious by Tr. Mrs. Snehal Jani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ઠકુરાણી ત્રીજ નિમિત્તે ઈન્ટરનેટ પરથી લીધેલી માહિતિ:-


ઠકુરાણી ત્રીજ પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, ઠકુરાની ત્રીજ શ્રીનાથજી દર્શન , ઉત્સવ માહાત્મ્ય, વાર્તા પ્રસંગ, ઉત્સવ ના કીર્તન,
પુષ્ટિમાર્ગ માં ત્રણ અલૌકિક અને એતિહાસિક મિલન ના પ્રસંગ છે.
  શ્રી મહાપ્રભુજી અને શ્રી દમલાજી
 શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી (ઠકુરાણી ત્રીજ)
 શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી (પ્રથમ મિલન)
ઉત્સવ સાથે જોડાયેલ પ્રસંગ  :
વિ.સં. ૧૫૪૯ માં શ્રી મહાપ્રભુજી માત્ર ૧૪ વર્ષ ની વયે જીવો ના ઉધ્ધાર હેતુ ભારત પરિક્રમા કરવા પધાર્યા.  ત્યારે વ્રજભૂમિ માં ગોકુળ માં પધાર્યા. આપની સાથે આપના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘન પણ ગોકુળ આવ્યા હતા.
શ્રી મહાપ્રભુજી વિચારે છે કે પુરાણો માં જે ગોકુળ, ગોવિંદ ઘાટ, અને ઠાકુરાણી ઘાટ નું વર્ણન કરવામાં આવ્યું છે એવા કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નથી. ત્યારે શ્રી યમુનાજી ના જળ માંથી દૂર એક સ્વરૂપ ના દર્શન થયા.
એક અલૌકિક સ્વરૂપ  ધીરે ધીરે શ્રી ચરણો ના પાયલ ની ઝંકારના મધુર ધ્વનિ સાથે નજીક પધારે છે. મુકુટ કાચનાં શૃંગાર ધારણ કર્યા છે. શ્રી મુખ પર દિવ્ય અલૌકિક તેજ છે. શ્રી મહાપ્રભુજી નજરચૂક થયા વગર દર્શન કરી રહ્યા છે.
હાથ જોડી ને નમન કરે છે અને આપશ્રી ના મુખ માંથી “નમામિ યમુના મહમ..” સ્વર પ્રકટ થાય છે.  અને સાક્ષાત શ્રી યમુનાજી શ્રીમહાપ્રભુજી ને દર્શન આપે છે. જેમ જેમ શ્રી યમુનાજી નજીક પધારે છે તેમ તેમ શ્રી વલ્લભ આપની સ્તુતિ.. આપના ગુણગાન પૃથ્વી છંદ માં ગાય છે.
અને આ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા ષોડસ ગ્રંથ ના સર્વ પ્રથમ ગ્રંથ  “શ્રી યમુનાષ્ટક” ની રચના થાય છે. શ્રી મહાપ્રભુજી યમુનાજી ના સ્વરૂપ નું વર્ણન 8 શ્ર્લોક માં કરે છે. જેથી આ ગ્રંથ અષ્ટક- યમુનાષ્ટક જણાયો, અને નવમા શ્ર્લોક માં ફળ નું જ્ઞાન આપે છે.
શ્રી યમુનાજી મહાપ્રભુજી ને ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ ની માહિતી આપે છે. આ અલૌકિક પ્રસંગ ઠકુરાણી ઘાટ પર થાય છે. જયા આજે પણ શ્રી મહાપ્રભુજી ના બેઠકજી બિરાજમાન છે. આમ “ઠકુરાણી ત્રીજ” ના દિવસે શ્રી યમુનાષ્ટક ની રચના થઈ.

Gujarati Religious by Tr. Mrs. Snehal Jani : 111945309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now