કાલે ઈડલી સાંભાર કર્યા હતા.
તેમાંનો સાંભાર વધ્યો એટલે આજે મેદુ વડા બનાવ્યાં.
હવે સાંભાર ખલાસ થઈ ગયો પણ મેદુ વડાનું ખીરું વધ્યું છે એટલે હવે કાલે દહીં વડા નો પ્રોગ્રામ છે.
હવે જો કાલે દહીં વધશે તો તેનું શું કરવું તેનું પ્લાનિંગ અત્યાર થી જ શરૂ થઈ ગયું છે.
૧) દહીં બુંદી અને બુંદી વધે તો
૨) પાણીપુરી અને પુરી વધે તો
૩) ભેલ અને મમરા વધે તો
૪) સેવમમરા અને સેવ વધે તો
૫) સેવડુંગળીનું શાક અને ડુંગળી વધે તો
૬) પાઉંભાજી અને પાઉં વધે તો
૭) વડાંપાઉં અને વડાં વધે તો
૮) બટાકાવડા અને દૂધ પૌંઆ
૯) પૌંઆ વધે તો બટાકાપૌંઆ
૧૦) બટાકા વધે તો આલુ પરોઠા
સાલુ એની માને ......
જવા દો યાર ,
શું કરવું તે ખબર નથી પડતી !
યાર , સાચું કહું કે આ પેટ છે કે પ્રયોગશાળા તે જ સમજાતું નથી.
જે દિવસે કંઇ ના વધે તો તેના બીજા દિવસે કંઇ ન વધ્યા ની ખુશી માં *ગુલાબજાંબુ* બનાવવાનું કહેવાનો વિચાર છે ...
ગુલાબજાંબુ ની ચાસણી વધેતો શક્કરપારા. મોહનથાળ.મુઠીયા. હાડવો .ઢેબરાં વગેરે......ઘણું ..બધું
😷 પિડિત પતિની ડાયરીમાંથી....✍🏻
😞🤔😔