Gujarati Quote in Poem by પલ્લવી ગોહેલ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક:- મોકલું છું.


વાયરે બાંધી વાવડ મોકલું છું,
પ્રીતની મીઠી યાદ  મોકલું છું.

ચંપા અને મોગરાની સંગાથે,
સુવાસ સંબંધોની મોકલું છું.

પાનખર સંગે વાત વસંતની તે,
અંતમાં નવો આરંભ મોકલું છું.

બીજનાં ચંદરાવા સમો દીસતો,
અંધકારમાં એક આશ મોકલું છું.

ગ્રીષ્મનાં તપતાં પથ પર વ્હાલા,
શરદપૂનમની શીતળતાં મોકલું છું.

સંબંધોનાં આ મેળામાં વ્હાલમ,
તને એક અંગત સંબંધ મોકલું છું.

કરમાં બાંધી વચન હૈયાનું આંખેથી,
મૌનમાં જન્મોનો સંગાથ મોકલું છું.

નામ      :- પલ્લવી ગોહેલ 'પલ'
ગામ     :- સુરત.

****************************

2. શીર્ષક:- ઝંખના (હાઈકુ રચના)


રહે એક જ
ઝંખના મિલનની
મરતાં સુધી.

મરતાં સુધી
સંગ આપણો રહે
એજ ઝંખના

એજ ઝંખના
ઝાંકળબિંદુ થઈ
આંખે તરતી

આંખે તરતી
છબી તારી વ્હાલમ
ઝંખના મારી

ઝંખના મારી
હથેળીએ મહેંકી
તારાં નામની

તારાં નામની
અંતિમ શ્વાસ લઉં
એજ ઝંખના

એજ ઝંખના
જન્મોજન્મ સંગાથે
આતમે રહે

આતમે રહે
તારી ઝંખના સદા
મારી ચાહના

મારી ચાહના
વિલય તુજમાં થૈ
ઝંખના મટી

પલ્લવી ગોહેલ 'પલ'
સુરત

********************

3. શીર્ષક:- સ્નેહ મોતી.





પર્ણ પર થીજ્યાં સ્નેહ મોતી લઈ ધબકાર પ્રીતનાં,
ક્ષણભર ચમક્યાં સ્નેહ મોતી લઈ ધબકાર પ્રીતનાં.

વાસંતી વાયરામાં વહેતી કરી લાગણી મનને સ્પર્શે,
મધુર રાગે મલક્યાં સ્નેહ મોતી લઈ ધબકાર પ્રીતનાં.

ઉત્સવ ઉમંગોનો ભીતર ભરી હૈયામાં સ્પંદન જગાડે,
સંસારમાં અમર થયાં સ્નેહ મોતી લઈ ધબકાર પ્રીતનાં.

મૌક્તિક સમ ઝળહળી મેઘધનુષી રંગોની રંગોળી પૂરે,
પ્રકૃતિનાં ખોળે નમ્યાં સ્નેહ મોતી લઈ ધબકાર પ્રીતનાં.

પ્રણય રાગ અનુપમ ધબકતો, ઝબકતો આતમે હરખે,
મિલનની વાટે તડપ્યાં સ્નેહ મોતી લઈ ધબકાર પ્રીતનાં.


નામ      :- પલ્લવી ગોહેલ 'પલ'
ગામ     :- સુરત

*********************

4. શીર્ષક:- જનની તારી તોલે





પ્રભાકિરણ સમ તેજપુંજ ભરી હેત ઢોળતી,
ચંદ્રકણની ભરી શીતળતાં આલિંગન આપતી.

ઈશની પ્રતિરૂપા, ધરણી પર 'મા' બની અવતરી,
નિ:સ્વાર્થ પ્રેમની એ અવિરત ધારા નીશ વહાવતી.

ધરતી જેટલો ભાર હસતાં મુખે 'મા' જ ઉઠાવતી,
રહી અડગ સંતાનોની હર તકલીફ દૂર ભગાડતી.

સંતાનોની સુખાકારીમાં જ સ્વનું સુખ એ જાણતી,
હરએક પ્રાર્થનામાં સંતાન કાજે સુખ 'મા'  માંગતી.

હેતનાં હિંડોળે અને હૂંફનાં બાજોટે એ રમાડતી,
સુખની કોઈપણ ચાવી, જનની તારી તોલે ના આવતી.

પલ્લવી ગોહેલ 'પલ'
સુરત

************************

5. શીર્ષક:- રંગ પ્રણય


હું રંગ પ્રણય, તું રંગ પ્રણય,
હું રંગ પ્રણય, તું રંગ પ્રણય,
તું, હું... સંગ રંગ, રંગ પ્રણય.

હું ધીમાં ધબકારનો મધુર સાદ,
તું જીવનનો અણમોલ શણગાર,
રંગ સુંદર, રંગ સાદગીનો સંગાથ,
તું, હું..... સંગ રંગ , રંગ પ્રણય...

તું તપતા જીવનનો મીઠો છાંયડો,
હું લાગણીનો ખુલ્લો ઝરૂખો,
રંગ વિસામો,રંગ અનુરાગનો,
તું, હું .... સંગ રંગ, રંગ પ્રણય...

બે હૈયાનાં શ્વાસોની એક ડોર,
જન્મોજન્મનાં વચનોની ડોર,
રંગ વિષાદ,રંગ ખુશીનો સંગાથ,
તું,હું .... સંગ રંગ , રંગ પ્રણય....
રંગ પ્રણય.....

તું રંગ પ્રણય હું રંગ પ્રણય,
તું રંગ પ્રણય હું રંગ પ્રણય,
તું, હું ... સંગ રંગ, રંગ પ્રણય.

પલ્લવી ગોહેલ 'પલ'
સુરત.

***********************

6.શીર્ષક :- પ્રીતના વચનો


છે અકબંધ ઉર સચવાયેલાં પ્રીતનાં વચનો,
સ્નેહ ભરી ભીતર ભીંજાયેલાં પ્રીતનાં વચનો.

હેતાળા હાથોમાં સજાવી રંગ રાતો મલકાતાં,
અક્ષિતારકે થઈ, જર ટંકાયેલાં પ્રીતનાં વચનો.

નૂપુર સમ રણકારે જીવનમાં હરક્ષણ ગૂંજતાં,
હૂંફાળાં મુજ ધબકાર કંડારેલાં પ્રીતનાં વચનો.

થઈને કંકુવરણા લાગણીનાં સંબંધને સજાવતાં,
મીઠાં સ્પંદનોનો એકાકાર ભરેલાં પ્રીતનાં વચનો.

યુગો યુગોથી અવિરતપણે બંધને જો'ને બંધાતાં,
ઓષ્ઠે બની ગીત મધુર ગવાયેલાં પ્રીતનાં વચનો.

મૌન પરિભાષામાં નિત્ય સંવાદો બેબાક સર્જાતાં,
મુજ હૃદય પૃષ્ઠ પર આલેખાયેલાં પ્રીતનાં વચનો.

પંચતત્વનાં પીંજર નહીં , એ સમય સંગે વંચાતાં,
પ્રીત પ્રેરણાનાં ઝરણે અમર થયેલાં પ્રીતનાં વચનો.

પલ્લવી ગોહેલ 'પલ'
સુરત.

Gujarati Poem by પલ્લવી ગોહેલ : 111944739
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now