આ હલવા પુરાણ હાલ્યું છે એ શું છે?
નાણાંપ્રધાન બજેટ રજૂ કરે એ પહેલાં છ મહિના અગાઉ બધાં સરકારી ખાતાંઓ ની ડિમાન્ડ કે ક્યાં કામ માટે કેટલો ખર્ચ થશે, તે મોકલવી પડે છે. એ અગાઉ ગયા વર્ષની ગ્રાન્ટ એટલે જે પૈસા ફાળવ્યા એમાંથી કેટલા વધ્યા, એનો હિસાબ વગેરે. હવે ક્યાં કામ ને કેટલો ખર્ચ એ એસ્ટીમેટ ડિપાર્ટમેન્ટ રાજ્યનાં જે તે ખાતાંને અને એનથી અમુક કપાઈ અમુક મંજૂર થઈ રાજ્ય નાણાખાતામાં મોકલે. પછી એ બધી ડિમાન્ડ નો સરવાળો કરી એ ખર્ચને પહોંચી વળવા આવક ક્યાંથી આવશે, ક્યાં ટેકસ ઓછો મળ્યો, ક્યાં નાખી શકાય એની કવાયત ચાલે.
એ પછી બજેટની ફાઈનલ પ્રક્રિયા શરૂ થાય. એ ખૂબ સેંસિટીવ હોય એટલે એમાં જોડાયેલા અધિકારીઓ તેમ જ સ્ટાફને એ કામગીરી શરૂ કરતા પહેલાં હલવા પાર્ટી આપે. ખૂબ સરસ જમવાનું, ઉજવણી. પછી તરત જ તેઓ એક જ જગ્યાએ જોતરાઈ રહે. આ પંદર દિવસ કે મહિનો તેઓ પોતાના ઘરનો પણ સંપર્ક કરી શકે નહીં. કદાચ કોઈ માહિતી લીક થઈ જાય તો એને કારણે કોઈ ઉદ્યોગપતિ કે સટ્ટોડિયાઓ લાભ લઈ લે, કોઈ મોટી ઉથલપાથલ એક નાની વાત લીક થવાને કારણે બને. એટલે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ નાં પેપર્સ લઈ નીકળે એની ચારે બાજુ ગાર્ડ હોય અને એ પાર્લામેન્ટ પહોંચે પછી હલવા પાર્ટી લઈ એક જગ્યાએ રહી ગયેલાઓ નો છુટકારો થાય.
બજેટમાં ખર્ચ કરવા જે મંજૂર થાય એની બહાર આકસ્મિક સંજોગો સિવાય ખાતું જઈ શકે નહીં. એવા સંજોગોમાં પણ જેને પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ કહીએ છીએ એમ કોઈ ફંડ ના પૈસા રિલીઝ થાય જે કરોડોમાં હોય.
આ હતી બજેટની પૂર્વ તૈયારી અને હલવા પાર્ટી ની વાત.