અસ્ત...
દરરોજ ઉગતાં સૂરજનો અને લાગણીસભર સંબંધનો અસ્ત ક્યારેક ને ક્યારેક થાય જ છે. ઈચ્છા કે અનિચ્છાએ પણ અસ્ત એ સનાતન સત્ય છે.
કયારેક બંને પાત્રોના જીવતે જીવત કોઈ ગેરસમજ કે આગળ વધી જવાની જીજીવિષા ને કારણે તો ક્યારેક કોઈ એક પાત્રનું જીવન અસ્ત થઈ જવાના કારણે.
કુદરતી અસ્ત થવું આપણા હાથમાં નથી ને કૃત્રિમ રોકી શકાતું નથી. બસ સાંભળવા મળે છે મૂવ ઓન થઈ જાઓ. પણ શું બંને પાત્રો એકસરખા વિચારો ને લાગણીઓ વાળા હોઈ શકે?
એક પાત્ર ક્યાંક મસ્તી માં મશગુલ. અવનવા સંબંધો ને અવનવી લાગણીઓ સાથે ને બીજું પાત્ર બસ ખાલીપા સાથે એક એક પળની રાહમાં... એ જ અસ્ત ની...