Gujarati Quote in Poem by Hemali Ponda તની

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિર્ભર છે ધરા વર્ષા પર,
ને વર્ષા નિર્ભર રહે વાદળ પર!
નિર્ભર છે નદી ઝરણા પર,
ને ઝરણું નિર્ભર રહે પહાડ પર!
નિર્ભર છે સાગર લહેરો પર,
ને લહેરો નિર્ભર રહે હવા પર!
કુદરતના તત્વો છે નિર્ભર એકમેક પર!
શાને ન રહું પ્રિયે,
હું લાગણીઓ માટે નિર્ભર તુજ પર!
આખરે હુંય છું માણસ,
હુંય છું એ કુદરતનું સર્જન!!
-તની

Gujarati Poem by Hemali Ponda તની : 111943902
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now