તમારી અનન્યતાને જાણી શકું,
એવી મારી બુદ્ધિ નથી!
તમારા નિરાકાર સ્વરૂપને જોઈ શકું,
એવી મારી દૃષ્ટિ નથી!
તમારી નિઃસ્વાર્થ ભકિત કરી શકું,
એવી મારી શકિત નથી!
તમને જોયા નથી, તમને જાણ્યા નથી,
તમને સમજ્યા નથી!
છતાંય એટલું જાણું છું પ્રભુ,
તમે મને પાપ કરવા દેતા નથી!
પુણ્ય કરતાં મને રોકતા નથી!
મને ભીડમાં એકલી છોડતા નથી!
-તની