વર્ષા હરિયાળી
થયું આગમન વર્ષાનું
રૂમઝુમતી આવે વાદળી
ખિલખિલાટ કરતી વરસી પડે
ચારો તરફ ભીંજવે ધરાને
ઓઢે તું લિલવંત ઓઢણી
મોહે મન સૌનું, વસી જાયે દિલડે
ટાઢક વળે અધરને, નિરનું કરે પાન
શ્રુંગારિત ધરા બને રૂપસુંદરી
સૌમ્ય અનુપમ રૂપ
ભંડાર તું હરિયાળી કાંતિનો
અનિમેષ નયને આવકારે
આવ સમાય જા મારા હૃદયે
Shree…Ripal Vyas