Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક, તમે છો અમારું માર્ગદર્શન,
તમારા આદર અને પ્રેમમાં આપણે જીવન સુધારસુ
રમેશભાઈ દવે, આદર્શ શિક્ષક તમે,
તમારી પ્રેરણાથી, આપણે સર્વે ઉન્નત થઈશું.

રેખાબેન દવે, શિસ્તના મૂર્તિમંત,
તમારી દૃઢતા છે અમને સિદ્ધિનો આશ્રય સંત.
પ્રશ્નનાબેન, સંસ્કાર અને સંસ્કૃતિના માર્ગદર્શક,
તમારી વિદ્યા આપણું જીવન કરી દે અમૂલ્ય.

ઉર્મિલાબેન, ગુજરાતી ભાષાના શબ્દ ભંડાર,
તમારા માર્ગદર્શનથી, વિદ્વાનના સપના થયા સાકાર.
જયદેવ ગઢવી, શરીરને સોનાનું બનાવનાર,
તમારી મહેનતથી, આપણે તંદુરસ્ત અને મજબૂત થઈશું.

પીપળીયા સાહેબ, ગણિતના નિષ્ણાત,
તમારા જ્ઞાનથી, અંકોમાં વર્તમાન સમજશું.
દીનેશ સાહેબ, વિજ્ઞાનના વિદ્વાન,
તમારા માર્ગદર્શનથી, આપણે વૈજ્ઞાનિક વિચારણામાં પાવન.

યશોદાબેન, તર્ક શાસ્ત્રના પ્રવીણ,
તમારા જ્ઞાનથી, આપણું તર્ક બુદ્ધિ થી ક્યાં વિચલિત નહીં
રમેશભાઈ પટેલ, આંકડા માટે મહાન,
તમારી મહેનતથી, આપણે ચકાસક શક્તિમાં મહાન.

મહેશ સિંહ, અંગ્રેજીના વિદ્વાન,
તમારા જ્ઞાનથી, આપણે વિશ્વભરમાં પથરાઈશું.
નરેન્દ્ર આચાર્ય સાહેબ, વણકર સાહેબના અનુભવીઓ,
તમારા માર્ગદર્શનથી, આપણે શ્રેષ્ઠ માનીશું.

વિરમ સાહેબ, મનોવિજ્ઞાનના અનુભવીઓ,
તમારા ઉપદેશથી, આપણું મન મક્કમ અને મજબૂત થઈ જશે.
ગુરુ પૂર્ણિમા ના દિવસે વંદન મારા ગુરુજીને,
કહે નર પ્રકાશ એજ જીવનમાં એ મારા ગુરુ થકી.

આપના આદરથી, આપનૂશઆદર કરીશું,
તમારી મહાનતાથી, જીવનના માર્ગ પર આગળ વધશું.

નારાણજી જાડેજા
"*નર*"
ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ

Gujarati Poem by Naranji Jadeja : 111942531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now