વરસાવે છે, વરસાવે છે,વાદળો વ્હાલ તણો વરસાદ,
તરસાવે છે, તરસાવે છે, સાજણ તારી યાદ...
ભીંજાયા ઓલા ઝાડ, પાન ને પંખી રૂપાળા,
તું જ કહે, હું કેમ કરી રહી જાઉં એમાં બાદ...
વરસાવે છે, વરસાવે છે, વાદળો વ્હાલ તણો વરસાદ,
હરખાએ છે, હરખાએ છે હૈયું, સાંભળી તારો સાદ...
બૂંદ બનીને સ્પર્શે અંબર અવનીને એમ,
જેમ મને બાહોમાં ભરી ચૂમે તું પ્રગાઢ...
વરસાવે છે, વરસાવે છે, વાદળો વ્હાલ તણો વરસાદ,
બહેકાવે છે, બહેકાવે છે,મેઘલી મીઠી રાત...
✍️ સરગમ
-Priyanka Chauhan