શિવની ભક્તિ વિના બનું હું શવ,
શિવ મારો શ્વાસ, શિવ મારો જીવ.
ચારે બાજુ હોય કોલાહલને હું શોધું તને,
કામ કરે હાથને મન જપે શિવ શિવ.
કરું હું અર્પણ પ્રભુ સુખ સંસારનું,
આસુંની ધારા પોકારે શિવ શિવ.
જ્યારે મન ઘેરાતું વેદનાની વાદળોથી,
વિરહની દરેક પળમાં રટુ શિવ શિવ
પ્રભુ, રાહ જોઉં છું હવે એ સમયની
થાય ભેટો મૃત્યુનો ને અર્પણ કરું જીવ.