Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ સજીવન થઈને વસ્યો મારા ઉરમાં.
શબ્દ મારું મન થઈને વસ્યો મારા ઉરમાં.

શબ્દ આદિ અને અંત મને લાગે કોઈકવાર,
શબ્દ કદી સુમન થઈને વસ્યો મારા ઉરમાં.

શબ્દ રિઝાવેને ખિજાવે આરોહ અવરોહથી,
શબ્દ વળી નમન થઈને વસ્યો મારા ઉરમાં

જાણે કે મેઘશ્રાવણી ઝરમર ધારા હોય એની,
શબ્દ આચમન થઈને વસ્યો મારા ઉરમાં.

શબ્દ જગાડેને પ્રેરક બની જઈ દિશા ચીંધતો,
શબ્દ આગમન થઈને વસ્યો મારા ઉરમાં.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111941827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now