રોજ હૈયું બાળવા જેવું નથી
એમાં પાછું તાપવા જેવું નથી
આંસુ ખૂબ જ કિંમતી છે તે છતાં
પાપણો માં રાખવા જેવું નથી
માણવા જેવું ઘણું આપી શકું
મારી પાસે જાણવા જેવું નથી
ફુલને ના હોય વસ્ત્રો ની જરૂર
એમને કંઇ ઢાંકવા જેવું નથી
સુખ મળે તો મેળવી લઇએ ભાઇ
હાથ જોડી માગવા જેવું નથી