આ જવાબદારીઓના પોટલાના વજન કરતા તો ,
સ્કુલ બેગમાં રહેલા ચોપડાનો વજન સારો હતો.
કોઈ વઢતું ત્યારે મોટા થવાની ઉતાવળ હતી છતાં,
દુઃખમાં માં બાપના ખોળામાં માથું મૂકીને રોતા હતા.
નાની અમથી વાતમાં ભાઈ બહેનની ચુગલી કરીને વગર,
વાંકે માર ખવડાવતા છતાં બધા નિર્દોષ સમજતા હતા.
મોડું થઇ જાય તો ગામના હોવા છતાં અપડાઉન વાળા
છીએ એવુ કહીને ટીચર ને અમે સમજાવતાં હતા છેલ્લી
બેન્ચમાં બેસીને ચાલુ પિરિયડમાં અમે ચોકલેટ ખાતા હતા.
રજા રાખવા માટે તાવના બહાના બનાવતા લેસન પુરૂ ના,
થયું હોય તો આગળી પર પટ્ટી બાંધીને નિશાળે જાતા હતા.
આવા પરાક્રમ કરીને અમે ખુદને મહુ હોશિયાર સમજતા,
પેન ગિફ્ટમાં આપીને લેસન પણ બીજા પાસે કરાવતા હતા.
લી. "આર્ય "