સાચો રે કરમ કેરો દાવો રે કુળનો નાતો
એ જી... ક્યાં રહ્યો રે ꠶ટેક
જનમે શૂદ્ર હતા ભીલ ઘેર જન્મ્યા રે,
રામાયણ લખી ઋષિ વાલ્મીકે રે... કુળનો꠶ ૧
જેની માતા ખારવણ વ્યાસમુનિ મોટા રે,
અઢારે પુરાણ એણે આલેખ્યા રે... કુળનો꠶ ૨
એક રે પિતાના જાયા દેવ અને દાનવો રે,
બેઈના જુદા જુદા કેડા રે... કુળનો꠶ ૩
‘કાગ’ કુંભકરણ ને રાવણ વિભીષણ રે,
એક રે જનેતાના ત્રણ જાયા રે... કુળનો