સમજુતી: જો જિંદગી ને વાચા ફૂટે કે કવિત્વ જાગે તો કદાચ કંઈક આવું પણ કહી શકે ને!
હું તો વહેતું વારિ ને પરપોટારૂપી શમણાં જેવો તું
એક શૂળ ભોંકાય તોય અકબંધ હું ને ક્ષણમાં તૂટી પડે તું
હું તો વાદળી સ્વચ્છ આકાશ ને એક ખાલીખમ્મ વાદળી જેવો તું
તારલાંનો ભાર ઝીલી અડીખમ હું ને સહેજ પાણી ભરાય તો વરસી પડે તું
-મૃગતૃષ્ણા mrigtrushna"