તારાં આંગણિયાં પૂછીને જો કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે;
તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે... ટેક
માનવીની પાસે કોઈ, માનવી ન આવે રે,
તારા દિવસ ભાળીને દુઃખિયા આવે રે... ૧
વાતુ એની સાંભળીને, આડું નવ જોજે રે,
એને માથું રે હલાવી હોંકારો દેજે રે... ૨
‘કેમ તમે આવ્યા છો?’ એમ નવ કે’જે રે,
એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે... ૩
‘કાગ’ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે,
એને ઝાંપા રે સુધી તું વળાવાને જાજે
-કાગ બાપુ🙇🏻♂️