કોણ કહે છે એ મૂર્તિ રૂપે જ દેખાય છે!
હૈયે ભાવ હોય તો,
એ બંધ આંખે પણ દેખાય છે!
કોણ કહે છે એ મંદિરોમાં રહેતો હોય છે!
હૈયાને પવિત્ર રાખીએ તો,
એ ત્યાં પણ વસી જાય છે!!
કોણ કહે છે એ રથમાં બેસીને યાત્રા કરે છે!
હૃદયથી યાદ કરીએ તો,
એ દોડીને પણ આવી જાય છે!
આ તો હેયાથી હેયાની વાત છે,
તર્કવિતર્ક માં ક્યાં એ સમજાય છે!!
-તની