પથરી દૂર કરવાના દેશી નુસ્ખા
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખીને આ ઉકાળો પીવો જોઈએ. એનાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે.
મહેંદીના પાનને ઉકાળીને પીવાથી પથરી મટે છે
ગોખરુંનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળીને નીકળી જાય છે
ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે.
પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ આ પ્રકારના પ્રવાહી લેવા જોઈએ નહીં. જેમ કે દ્રાક્ષનો રસ, એપલ જ્યુસ, કડક ચા, ચોકલેટ, કોફી અથવા વધુ પડતાં ખાંડવાળા ઠંડા પીણા, દારૂ-બિયર વગેરે લેવાનું ટાળવું જોઈએ.
મુળાના પાનના રસમાં સૂકોખાર નાખીને મિશ્રણ રોજ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે