વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવ્યું છે કે, લર્નિગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 સાચા જવાબ આપ્યેથી લર્નિગ લાયસન્સ ઈસ્યુ કરવાની પદ્ધતિ અમલામાં છે. જે સંદર્ભેર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.01/07/2024ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર નિયમો, 1989ના નિયમો-11 (4) અનુસાર, હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપ્યેથી લર્નિગ લાયસન્સ ઈસ્યુ કરવા જણાવવામાં આવે છે.