Gujarati Quote in Blog by Dhara K Bhalsod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારે ઉઠ્યા તો સાંજે સૂવાની કોઈ ગેરંટી નહી,
ને રાત્રે સૂતા તો સવારે ઉઠવાની કોઈ ગેરંટી નહી.

જોઈ લેજો આંખો ભરીને પલક ઝપક્યા વિના,
હમણાં મળ્યા ને હવે પછી મળાશે, કોઈ ગેરંટી નહી.

આપણું આયોજન તો છે આખું આયખું જીવવાનું,
એક પલમાં આવરદા પુરી પણ થાય, કોઈ ગેરંટી નહી.

ભાગી ભાગી ને ભલે ભેગું કર્યું હોય જીંદગી આખી,
પરંતુ એ ભોગવવા મળશે કે નહીં, કોઈ ગેરંટી નહીં.

નાગ થઈ ને ભલે બેઠા હો ચલણી નોટ પર ફેણ માંડી,
આજે ચલણમાં છે ને કાલે પણ હશે, કોઈ ગેરંટી નહી.

જીંદગી તો એક કાચનું વાસણ છે, સંભાળજો જરા
અધવચ્ચે ફુટી જશે કે આખું રહેશે, કોઈ ગેરંટી નહી.

Dhara k Bhalsod

Gujarati Blog by Dhara K Bhalsod : 111939504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now