આમ વારંવાર શું ઝાપટાં નાખવા..
મુશળધાર વરસી જ દેને..
ડૂબીને શું અંધકાર આપવો..
એકવાર ઊગીને રોશની જ આપી દેને .
મધમાખીની જેમ શું ફર્યા કરવું...
એક વાર સુગંધ જ આપી દેને..
નદીની જેમ શું ખડખડ રહેવું..
સાગર સાથે સંગાથ કરી જ લેને..
આમ તો બહુ છે ફરિયાદ...
એકવાર મુસ્કુરાય તો લેને..
બહુ આપી લાંચ ભગવાનને..
એકવાર પ્રાર્થના જ કરી લેને..
બહુ રહી લીધું ચૂપ..
એકવાર કહી જ દેને..
બહુ જ જતાવી દીધી લાગણીની ભીનાશ..
એક વાર પ્રેમ છે કહી જ દેને...

Gujarati Poem by Priya : 111939500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now