દરિયો અને ડોલ્ફિન :
દરિયો કોઈકને પ્રેમ કરે તો એ પ્રેમ કેવો હોય..
તું ય છેક તારા ઘરેથી મને અહીં મળવા આવે છે
હું ય છેક સપાટીથી તને કિનારે મળવા આવું છું
ફીણ આવી જાય છે...પણ તને જોઉં ને તો હું પાણી પાણી થઇ જાઉં છું.....
ને બીજી વાત એ કે...હું બસ બહારથી જ કાદવ- કીચડવાળો અને મેલો છું અંદરથી એકદમ ચોખ્ખો છું.
હા,મારી મોઢા પર કેહવાની આદત છે, પણ હું અંદર કઈ નથી રાખતો બધું કિનારે જ કહી દઉં છું..... સાથે એક વાત કહું?
હું બવ તોફાની છું...પણ તારા સામે આવીને એકદમ શાંત થઈ જાઉ છું.
એક ખાસ વાત મારે તને કેવી છે...
તારી બધી વાતો મને ગમશે, તું જે કરે એ ગમશે... તારી એક જ વાત એવી છે જે મને ખૂંચે છે.....જ્યારે મારા કિનારે, તું કોઈ બીજા વ્યક્તિ સાથે આવીને બેસે છે...
મારી લેહરો કેટલી તડપે છે ને તું મને અવગણીને એ વ્યક્તિમાં જ ખોવાયેલી રહે છે, પણ હું.....
હું તારી જ ખુશી ઇચ્છુ છું એટલે તારી સાથે આવેલી પેલી વ્યક્તિના પણ પગ મારા મોજાથી સ્પર્શું છું.
બવ વાગે છે તારી આંગળીઓ જ્યારે મારા કિનારાની રેત પર એક દિલ દોરીને તું તારું ને એનું નામ લખે છે.
પણ...છોડ બધું...
ઊંડા શ્વાસ લે હું સપાટીએ પાછો ફરું છું.
હું રોજ તને શોધવા કિનારે આવું છું, તું તારા સમયે મને મળવા આવતી રેજે.....
મન ફાવે ત્યારે આવજે,બસ તું એકલી આવ્યા કરજે....
હવે લાવ તારા પગ મારી લેહરોને સ્પર્શવા દે
મને પાણી પાણી થવા દે
થોડું મરવા દે ને આ એક ક્ષણમાં ઘણું બધું જીવવા દે
લાવ તારા પગ મારી લેહરોને સ્પર્શવા દે...
તમારા પ્રિય વ્યક્તિને તમે દરિયા જેમ પ્રેમ કરો, થેંકયુ