આજે સવારની ત્રણ રોટલી વધી હતી તો બપોરે મેં મારા ભાગની રોટલી ના બનાવી અને એ જ ઠંડી રોટલી જમી લીધી. કેમ કે એ ઠંડી રોટલી ફેંકી દેતા મારો જીવ ના ચાલ્યો, જ્યારે ઘર પોતાનું લાગવા માંડે ત્યારે આપણે વસ્તુની કદર કરવા લાગીએ છીએ ,લગભગ દરેક દીકરી ને આવું જ થતું હોય છે. આવો જ વિચાર આવતો હશે.
હવે સમજાયું કે આપણી મમ્મી કેમ? ઠંડી રોટલી જમતી હતી. જ્યારે પારકું ઘર પોતાનું લાગવા માંડે ત્યારે એ સાસરુ હોય છે, અને જ્યારે પોતાનું ઘર પારકું લાગવા માંડે એ પિયર હોય છે. અને જે સ્ત્રીને સાસરુ પોતાનું ન લાગે એને પુત્રવધુ નહીં મહેમાન કહેવાય છે. દરેક દીકરીને મારી વિનંતી છે કે અત્યારે સમય ખૂબ બદલાઈ રહ્યો છે મા બાપ અને સાસુ સસરા પણ અપડેટ થઈ ગયા છે જો એ આપણા માટે અપડેટ થતા હોય છે તો આપણે પણ એમના જુના રીતી રિવાજ ક્યારેક અપનાવી લેવા જોઈએ જેથી ઘણા ઘર તૂટતા બચી જશે. અને ડિવોર્સના વકીલો બેરોજગાર થઈ જશે.
🙏🙏🙏