તારી દરેક ચાલ મને ખબર છે.
છતાં તારી ચાહત આંખને છે.
તારા આપેલ દરેક ઘાવ યાદ છે.
છતાં તારી લાગણીના ભાવ છે.
તારી નફરતમાં મળેલા શબ્દો ખબર છે.
છતાં છુપેલી તારી યાદો સાચવી છે.
દરેક વખતે પ્રણયમાં ભૂલ મારી છે.
છતાં વિચારોમાં અગ્રેસર રાખ્યા છે.
લાગણીમાં તણાતી ભૂલોની ખબર છે.
છતાં તમને હૃદયેશ્વર બનાવ્યા છે.
સબંધમાં વેદના હારતી જ આવી છે.
છતાં માફીના હેતુથી ફરી આગળ વધી છે.
વેદનાં ની કલમે 💓❤️