કહી દો આ ગોપીઓ ને કે છેડે નહીં મને,
રાધા ના નામ થી હવે ક્યારે છંછેડે નહીં મને,
હું નંદકુવર મારી ગાયો ચરાવવા માં વ્યસ્ત છું,
નદીએથી, ઘાટથી, કે ચોરેથી કોઈ તેડે નહીં મને,
મારા ગોવાળિયાઓ રોજ રાહ જોવે મારી,
માખણ લઈને રસ્તામાં ગોપીઓ કેમ છેડે મને,
મોરલી ને કોઈ મારો પહેલો પ્રેમ કહેશો નહીં,
નટખટ છું સૌનો કે રાધા સાથે નથી મેળે મને. ...