Gujarati Quote in Microfiction by Urvi Vaghela

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વધેલું ભોજન


એ જોતો જ રહી ગયો. એની નજર ની સામે જ એ વસ્તુ ફેંકી દેવાય જેના માટે તે તરસતો હતો. કોણ જાણે કેટલા દિવસો સુધી!
ફરી આજે એક વાર વધેલું ભોજન એ ગંદકી કરતું એંઠવાડ ના ઉકેડા માં ઠલવાઈ ગયું અને એ બસ એટલું જ કહેવું હતું કે મને આપો પણ ન કહી શકાયું.
ત્રીજો દિવસ. આખરે તેણે હિંમત કરી અને કહ્યું ને તેની સામે તિરસ્કાર પૂર્ણ જોવામાં આવ્યું.
ચોથો દિવસ. ફરી એ જ ક્રમ. પરંતુ આજે એ માણસ દેખાયો નહીં અને હવે દેખાશે પણ નહીં.

Gujarati Microfiction by Urvi Vaghela : 111938783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now