સમજણને હાથ ધરી તું સમજીશ.
ના ઉચ્ચારેલા બોલને તું સમજીશ.
ઢાળેલી પાંપણના ઢાળ ને તુ સમજીશ.
લંબાવ્યો નથી હાથ છતા તું સમજીશ.
તારા તરફનો મારો રસ્તો નથી તો તું સમજીશ.
અણગમા માં મારો આવકાર તું સમજીશ.
મૌનમાં પડેલી મારી હા તું સમજીશ.
તારી મંઝિલ હું નથી છતાં તું સમજીશ.
એક ધબકાર તારો છે એ વાત તું સમજીશ.
રક્ત નાં એક આંસુને તું સમજીશ.
દુનિયા નથી માત્ર વેદના છે એ તું સમજીશ.
પાયલ નથી પણ રણકાર છે એ તું સમજીશ.
સેથાનું સિંદૂર નથી બિંદી છે એ તું સમજીશ.
ભાવ નથી મારો અહેસાસ છે એ તું સમજીશ.
સમજણ સમજવાની ઘણી છે હેતુને તું સમજીશ.
વેદનાની કલમે 💓❤️