રજનીકાંત
તમિલ સિનેમાના ભીષ્મપિતા સમાન હસ્તી ધરાવતા
કે. બાલાચંદર તેમની ફિલ્મી કારકિર્દી શરૂ થતાં પહેલાં
ચેન્નઇના એકાઉન્ટન્ટ-જનરલની કચેરીમાં ફરજ બજાવતા
હતા.
વર્ષો બાદ ૧૯૭૫માં કે.
બાલાચંદરે ‘અપૂર્વ રાગનગલ' નામની તમિલ ફિલ્મનું નિર્માણ
હાથ ધર્યું. ફિલ્મમાં angry young man નું પાત્ર કમલ હાસનને સોંપ્યું. ફિલ્મમાં climax વખતના એટલે કે ઢીશૂમ...ઢીશૂમનાં દશ્યો માટે તેમને પ્રેક્ષકોનું ટેન્શન વધારી
દેતી મારફાડ કરી બતાવે એવા શ્યામવર્ણા યુવાનની જરૂર
હતી. દસ-બાર તમિલ યુવાનો સ્ક્રીન ટેસ્ટમાં ‘ફેલ’ થયા પછી
કે. બાલાચંદરે એક મરાઠી યુવાનને પસંદ કર્યો અને ફિલ્મમાં ચમકાવ્યો. ફિલ્મ ભેગો તેના નસીબનો સિતારો પણ ચમક્યો.
નિર્માતા-દિગ્દર્શક કે. બાલાચંદરે જે પચ્ચીસ વર્ષીય યુવાનને
૧૯૭૫ની સાલમાં ‘અપૂર્વ રાગનગલ’ ફિલ્મ માટે પસંદ કર્યો તેનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ, જે નામ તેના પિતા રામોજીરાવ ગાયકવાડે છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિમાં રાખ્યું
હતું. ગરીબીમાં ઊછરેલા શિવાજીરાવે આજીવિકા માટે કેટલોક વખત રેલવે સ્ટેશનના coolie / હમાલ તરીકે મજૂરી કરી અને પછી બસ કન્ડકટરની નોકરી મળી ત્યારે એ મજૂરીકામ છોડી દીધું. કે. બાલાચંદરનો આગ્રહ હતો કે ‘મેજર ચંદ્રકાંત’ ફિલ્મના પાત્રનું રજનીકાંત નામ શિવાજીરાવે ચાલુ રાખવું, એટલે તેમણે કમલ હાસનના પ્રતિસ્પર્ધી શિવાજીરાવનું મૂળ નામ જ બદલીને રજનીકાંત કરી દીધું.
https://www.facebook.com/share/p/cZU9pqcTEwsxDUL8/?mibextid=oFDknk