મે માટી માંથી તને માનવ બનાવ્યો,
તુ જાનવર ના કામ કરવા લાગ્યો.
લાજ શરમ ને મૂકી ને તુ,
વ્યભિચાર કરવા લાગ્યો.
સ્ત્રીના અવની પર અવતરણ,
પહેલા તુ ઉદરમાં મારવા લાગ્યો.
માણસ થઈને સેતાનના,
કામ તુ કરવા લાગ્યો.
કાચી કળીઓની ઈજ્જત લૂંટીને,
બેશરમ ની જેમ ફરવા લાગ્યો.
જે માં નું ધાવણ તુ ધાવ્યો,
એને આજ છેતરવા લાગ્યો.
જે પિતાએ મોટો કર્યો તને એને
સમાજમાં નીચું દેખાડવા લાગ્યો.
જે બહેન તને રાખડી બાંધી,
એને તુ હવે તરછોડવા લાગ્યો.
આવા કાળા કામ કરીને,
તુ બેફામ ફરવા લાગ્યો.
ધર્મ પત્ની ની પરવા છોડીને,
પારકી સ્ત્રીઓ પર મરવા લાગ્યો.
કુકર્મો નો પહાડ ખડકીને,
મોજથી તુ જીવવા લાગ્યો.
તારા પ્રેમમાં આંધળા માં-બાપની,
આંખ માં તુ ધૂળ ઝોકવા લાગ્યો.
એટલે જ તુ આજ મારી,
આંખોમાં ખટકવા લાગ્યો.
ઘરની બધી જવાબદારીઓ,
થી તુ હવે છટકવા લાગ્યો.
સત્ય ના રસ્તેથી તુ,
હવે ભટકવા લાગ્યો.
રુધિર ના સબંધો તુ,
હવે તોડવા લાગ્યો.
નાતો પરદેશીયો હારે,
હવે તુ જોડવા લાગ્યો.
ઘર બાર મૂકી ને તુ હવે,
પારકા ઘરે રહેવા લાગ્યો.
હજી સદબુદ્ધિ આવે તો સુધરી
જાં હવે તો તને માનવ બનાવીને
ભગવાન પણ પસ્તાવા લાગ્યો.
" તને માનવ બનાવીને હુ હવે પસ્તાઉ છુ
તુ હવે ઇન્સાન માંથી હેવાન બનવા લાગ્યો "
લી..... સુરજબા ચૌહાણ "આર્ય "