બધુ મળે એનુ નામ જીંદગી...
કંઈક ખુટે એનુ નામ જીંદગી...
ચલાવી લઈસ, કહીને,હસીને,
ચલાવી લઈએ એનુ નામ જીંદગી...
બધુ બધાને ક્યાં મળે છે,
જે છે એમાં જ મન મનાવી જીવે એ જીંદગી...
અવનવા રંગો રોજ દેખાય બધાનાં,
છતાં હસીને આપણે આપણાં રંગમાં, જીવીએ એ જીંદગી...
કોઈ યાદ કરશે કે નહી ખબર નહી પણ,
યાદોં ભરપુર છોડી જઈએ એ જીંદગી...